Daily Newspaper

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું

આણંદ,  : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન પેટલાદની ચારૂસેટ યુનિવર્સિટીના ચાંગા કેમ્પસ ખાતે યોજાયું હતું. આ વેળાએ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

૮ માં શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકોની ભૂમિકા વિશે સમજ આપી, સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવામાં ઉપસ્થિત શિક્ષક મિત્રોને અપીલ કરી હતી.

આ ઉપરાંત વિદ્યાથીઓને દરેક ક્ષેત્રમાં પ્રેરણાત્મક કામ કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા પણ શિક્ષક મિત્રોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ જગતના તજજ્ઞ સાગરભાઈએ નવી શિક્ષણ પદ્ધતિની રૂપરેખા આપીને તે અનુસાર બાળકોના જીવન ઘડતરમાં શ્રેષ્ઠ કામગીરી કરવા શિક્ષક મિત્રો જણાવાયું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું.

શિક્ષણ સંઘ મહામંડળ ના પ્રમુખ ભરતભાઈએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાનું સાલ અને મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું.

આ વેળાએ ધારાસભ્ય સર્વ વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, શિક્ષણ અધિકારી કામિનીબેન પટેલ સહિત શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં

Shivkumar Sharma

error: Content is protected !!