Daily Newspaper

Delhi Vidhansabha Result 2025: ચૂંટણી પરિણામનું સૌથી ઝડપી અપડેટ મેળવો આ રીતે

Delhi Vidhansabha Result 2025: ચૂંટણી પરિણામનું સૌથી ઝડપી અપડેટ મેળવો આ રીતે


દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ફેબ્રુઆરીના રોજ આવશે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે આ ચૂંટણી પરિણામમાં કયો પક્ષ વિજયી થશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યુ છે. 5 ફેબ્રુઆરીએ કુલ 70 વિધાનસભા બેઠકો માટે 60.44 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ત્યારે યશ કલગી કોના માથે સજશે તે 8 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થઇ જશે.

એક્ઝિટ પોલમાં કોણ છે આગળ ?

ચૂંટણી પરિણામો પહેલા જ, અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર તેમના 16 ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલનો દાવો છે કે તેમના આ ઉમેદવારોને મંત્રી બનાવવાના વચનથી લલચાવવામાં આવ્યા છે. તેમાંના દરેકને 15 કરોડ રૂપિયા આપવાનું વચન પણ છે. આ બધા અરવિંદ કેજરીવાલના દાવા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી આગળ અથવા બહુમતી મેળવતી જોવા મળી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ જાહેર થશે. ચૂંટણી પંચના લગભગ 5 હજાર કર્મચારીઓ મત ગણતરીમાં સામેલ થશે. મત ગણતરી સવારે 7 વાગ્યે શરૂ થશે. સવારે 9 કે 10 વાગ્યા સુધીમાં, ટ્રેન્ડ મળવાનું શરૂ થઈ જશે કે સરકાર બનાવવાની સ્થિતિમાં કોણ છે. સૌથી વધુ મતદાન ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયું હતું. અહીં 66.25 ટકા મતદારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો. તે જ સમયે, દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછા મતદાન થયા. અહીં માત્ર 56.31 ટકા લોકોએ મતદાન કર્યુ હતુ.

ક્યાં જોઇ શકો છો ચૂંટણી પરિણામ ?

તમે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ યુટ્યુબ ચેનલમાં લાઇવ પણ જોઇ શકો છો-

https://www.youtube.com/channel/UCiAH2s_M6nPfGZk-PpfyPkg

તમે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ વેબસાઇટ પર એક ક્લીક કરીને વાંચી શકો છો- https://sandesh.com/

તમે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ લાઇવ પેજ પર ક્લીક કરીને સાંભળી પણ શકો છો- https://sandesh.com/videos

કોનું ભાગ્ય ચમકશે ?

જો આપણે મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. અહીં તેઓ ભારતીય જનતા પાર્ટીના પરવેશ સિંહ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા હતા. સંદીપ દીક્ષિત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે. જ્યારે, પરવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા સાહેબ સિંહ વર્માના પુત્ર છે. આ વખતે પટપડગંજ બેઠક પરથી મનીષ સિસોદિયાની ટિકિટ રદ કરીને અવધ ઓઝાને આપવામાં આવી છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના અલકા લાંબા અને ભાજપના રમેશ બિધુરી સાથે થયો. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીની ટિકિટ પર જંગપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મનીષ સિસોદિયા ભાજપના તરવિંદર સિંહ મારવાહ અને કોંગ્રેસના ફરહાદ સુરી સામે ચૂંટણી મેદાનમાં હતા. તે જ સમયે, AAPના સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી બેઠક પરથી ભાજપના કરનૈલ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા હતા.



Source link

error: Content is protected !!