રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસને આડે હાથ લીધી હતી. જેમાં તેઓએ કહ્યુ હતુ કે ઇમરજમસી સમયે કૉંગ્રેસે કલાકારોને પણ ન છોડ્યા. ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલાકારોની કલા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ગાયક કિશોર કુમારના ગીતોને આકાશવાણીમાંથી હટાવાયા તો અભિનેતા દેવાનંદે ઇમરજન્સીનું સમર્થન ન કર્યુ તો તેમની ફિલ્મો પર પ્રતિબંધ લગાવાયો હતો. આ ઉપરાંત મજરુ સુલ્તાનપુરીના ગીત પર પણ બેન લગાવ્યો હતો.
“કલાકારોની કલા પર તરાપ”
ગાયક કિશોર કુમારના ગીતોને આકાશવાણીમાંથી હટાવાયા તો અભિનેતા દેવાનંદે ઇમરજન્સીનું સમર્થન ન કર્યુ તો તેમની ફિલ્મો પર પ્રતિબંધ લગાવાયો હતો. આ ઉપરાંત મજરુ સુલ્તાનપુરીના ગીત પર પણ બેન લગાવ્યો હતો. આકાશવાણીમાંથી ગાયિકા લતા મંગેશકરના ભાઇ હ્રદયનાથ મંગેશકરના ગીત પણ હટાવવામાં આવ્યા હતા. આકરા પ્રહાર કરતા પીએમે જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસના મુખેથી સંવિધાન શબ્દ શોભતો નથી.
પીએમ મોદીએ ગોપાલદાસ નીરજની કવિતાઓ પણ વાંચી હતી. તેઓએ કહ્યુ હતુ કે, હૈ બહુત અંધિયારા અબ સુરજ નિકલના ચાહિએ. જિસ તરહ સે ભી હો યે મૌસમ બદલના ચાહિએ. પીએમ મોદી અહીં જ ન હોતા રોકાયા તેઓએ કહ્યુ હતુ કે, કૉંગ્રેસ સત્તા સુખ મેળવવા માટે લાખો પરિવારને બરબાદ કર્યા છે. દેશને જેલ બનાવી દીધુ હતુ. આ સંઘર્ષ ઘણો મોટો ચાલ્યો હતો. પરંતુ અંતમાં જનતાની શક્તિ સામે કૉંગ્રેસે હાર માની લીધી હતી. જનતા જનાર્દનના સામાર્થ્યથઈ દેશમાંથી ઇમરજન્સી હટાવવામાં આવી હતી.
સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા પીએમ મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસ સીધા અને શાયરાના અંદાજમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ રાજ્યસભામાં શાયરીના માધ્યમથી મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપ્યો હતો અને જણાવ્યુ હતુ કે, તમાશા કરનેવાલો કો ક્યા ખબર, હમને કિતને તૂફાનો કો પાર કર દિયા જલાયા હૈ.