ગાંધીનગર, : ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ,
(ઇન્ચાર્જ મદદનીશ કમિશનર) મૌલિક મહેન્દ્રભાઇ પટેલ અને તેના પટાવાળા પ્રવિણભાઇ મણીલાલ શ્રીમાળી 4200 રૂની લાંચ લેતા એમ.એસ.બિલ્ડીંગ, સેક્ટર ૧૧ની પાછળ કંમ્પાઉન્ડના પાર્કીંગમાં, ગાંધીનગર ખાતે એસીબીના હાથે ઝડપાયા છે.
આ ગુનાની હકિકત જોઈએ તો છે કે, ફરીયાદીને શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ.૭.૭૪ લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે સંપર્ક કરતા આરોપી ન. ૨ નાઓએ ફરિયાદીનું ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ.૪૨૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા, આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નં. ૨ નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચ ના નાણાં સ્વિકારી, આરોપી નં. ૨ નાઓએ સ્વિકારેલ નાણાં બાબતે આરોપી નં. ૧ નાઓએ સહમતી દર્શાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી બન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કરેલ છે. જેને ટ્રેપીંગ અધિકારી એચ.બી.ચાવડા,
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ અને સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ દ્વારા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.