Daily Newspaper

દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી

દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી

સુરત, : દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં સુરતના રાંદેર ખાતે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિવ્યાંગ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને રસોડાની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

રમત-ગમત મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એક એવો ખેલ મહોત્સવ છે, જેણે ગુજરાતના છેવાડાના ખેલાડીઓને તક આપીને એમની ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની સાથે મર્યાદિત ક્ષમતાઓ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પણ સુવર્ણ તક આપી છે.
દિવ્યાંગ ખેલાડીઓને કુદરતે વિશેષ શક્તિઓ આપી છે, ત્યારે એમનું ખેલ કૌશલ્ય નિખરે અને તેમના પુરૂષાર્થ થકી તેઓ પરિવાર અને રાજ્યનું ગૌરવ વધારે તે માટે રાજ્ય સરકાર દિવ્યાંગ ખેલાડીઓને વિશેષ તાલીમ આપી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

Shivkumar Sharma

error: Content is protected !!