.
જામનગર: જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને પબ્લિક માટે ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે.
જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે HDFC બેન્કના સાહિયારે ગો ગ્રીન કોન્સેપટ અનુરૂપ પોલીસ અને પ્રજા માટે ઓક્સિજન પાર્ક ઉભું કરવામાં આવશે છે જેને લઈ રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હાલ ઉદભવી રહી છે તેને જોતા ગયા વર્ષે પણ રેન્જમાં 3 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને રેન્જ આઈજી દ્વારા લોકોને પણ પોતાને ત્યાં વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી. આશરે 25 હજાર વૃક્ષો નું વાવેતર અહીં કરવામાં આવ્યું છે જેને મિયાવાકી પદ્ધતિ દ્વારા માવજત કરવામાં આવશે.