Daily Newspaper

Modi-Trump: બંને મહાનાયકો વચ્ચે થશે મુલાકાત, કયા મુદ્દાઓ રહેશે મહત્ત્વના ?

Modi-Trump: બંને મહાનાયકો વચ્ચે થશે મુલાકાત, કયા મુદ્દાઓ રહેશે મહત્ત્વના ?


PM મોદી આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રવાસે જઇ શકે છે. આ આ પ્રવાસ મોદી અને ટ્રંપ વચ્ચે મહત્વપૂર્ણ બની રહેશે. કારણે અમેરિકાની સત્તા પર બીજીવાર રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રંપ વારંવાર ચર્ચામાં રહે છે. તેમના આકરા નિર્ણયો અને તેના પરના અમલ જનતા વચ્ચે હલચલ પેદા કરી રહ્યા છે. ત્યારે દેશના પીએમ નરેંદ્ર મોદી અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રંપ સાથે મુલાકાત કરશે તેના પર સૌ કોઇની નજર ટકી છે.

ફેબ્રુઆરીમાં પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ

ડોનાલ્ડ ટ્રંપ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ટ્રંપે પણ પીએમ મોદીના વખાણ કરતા તેઓ એક સારા નેતા હોવાનું જણાવ્યુ હતુ. અને સમગ્ર દુનિયા તેમને પ્રેમ કરે છે તેમ કહ્યુ હતુ. રાષ્ટ્રપતિ ટ્રંપે પોતે જ પોસ્ટ કરીને એ વાતની માહિતી આપે છે કે પીએમ મોદી આગામી મહિને અમેરિકા આવશે. અને બંને વચ્ચે મુલાકાત થશે. વ્હાઇટ હાઉસમાં મોદી અને ટ્રંપની બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. ટ્રંપે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તેમની પીએમ મોદી સાથે વાતચીત થઇ હતી. અને તેઓ આગામી મહિને અમેરિકા પ્રવાસે આવી શકે છે. વધુમાં ટ્રંપે જણાવ્યુ હતુ કે બંને દેશ વચ્ચે સંબંધો મજબૂત છે. ટ્રંપે જણાવ્યુ હતુ કે અમેરિકા મોદી અને ભારતને સાચા મિત્ર ગણે છે. અને બંને દેશના નેતા વિશ્વ શાંતિ માટે કામ કરી રહ્યા છે. તો આ તરફ, પીએમ મોદીએ પણ સોશયિલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. અને જણાવ્યુ હતુ કે, તેમને પોતાના મિત્ર ટ્રંપ સાથે વાતચીત કરીને આનંદ થયો છે. અમે લાંબા સમયની પાર્ટનરશીપ માટે પ્રતિબદ્ધ છીએ. અમે બંને દેશની સમુદ્ધિ, સુરક્ષા અને વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરીશુ.

ભારત-અમેરિકાના સંબંધો થશે મજબૂત

ડોનાલ્ડ ટ્રંપે પોતાના રાષ્ટ્રપતિ તરીકેના પ્રથમ કાર્યકાળની અંતિમ વિદેશ યાત્રા ભારત જ કરી હતી. ટ્રંપના કાર્યકાળ દરમિયાન ભારત સાથે અમેરિકાના સંબંધો વધુ સારા થયા હતા. મોદી અને ટ્રંપે એકસાથે 20219માં હ્યુસ્ટન તથા 2020માં અમદાવાદમાં સાથે જ જનસભા સંબોધિત કરી હતી. હવે જ્યારે ટ્રંપ બીજીવાર સત્તા પર આવ્યા છે તો તેઓએ મોદી સાથે મુલાકાત કરવા આતુર છે. ટ્રંપ અને મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આગામી મુલાકાત અંગે માહિતી આપી છે. 



Source link

error: Content is protected !!