Daily Newspaper

ભાયલા ટોલનાકા પર વાહન ચાલકો માટે ફ્રી મેડિકલ તેમજ આંખોના ચેકઅપ કેમ્પનું કરાયું ભવ્ય આયોજન

ભાયલા ટોલનાકા પર વાહન ચાલકો માટે ફ્રી મેડિકલ તેમજ આંખોના ચેકઅપ કેમ્પનું કરાયું ભવ્ય આયોજન

 

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ભાયલા ટોલનાકા પાસે ત્યાંથી પસાર થતા તમામ વાહનોના ચાલકો માટે ફ્રી મેડિકલ તેમજ આંખોનો ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

માર્ગ સલામતી સપ્તાહ 2025ના ભાગ રૂપે અકસ્માત વધુ ન થાય અને લોકોના જીવની સલામતી સચવાય તેના અનુસંધાને પોલીસ દ્વારા ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે શહેર પોલીસની સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ આ બાબતે સજ્જ બનતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશન અને અમદાવાદની કેડી હોસ્પિટલના સહિયારે ભાયલા ટોલનાકા પાસે ટ્રક, કાર, ટેલર અને અન્ય વાહન લઈ પસાર થતા ચાલકો માટે મફત મેડિકલ અને આંખોના ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોલનાકા પરથી વાહનોના ચાલકોના તેમના વજનથી લઈ આંખના વિઝન અને આંખોના ચેકઅપ તેમજ તેમને અન્ય કોઈ બીમારી માટે મફત મેડિકલ ચેકઅપ આ કેમ્પમાં કરવામાં આવેલ. આ કેમ્પમાં ચાલકોએ પણ ઉત્સાહ પૂર્વક ઉભા રહી આ કેમ્પનો ભાગ લીધો હતો.

આ પ્રસંગે કેરાળા જીઆઇડીસી પીઆઇ બી સી સોલંકી, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ ભીખાભાઇ બારોટ તેમજ પોલીસ સ્ટાફ સહિત બાવળા આરટીઓ એચ એચ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાહન ચાલકોના ચેકઅપ માટે કેડી હોસ્પિટલ અમદાવાદથી ડોક્ટર કૌશલ ભટ્ટ તથા મેડિકલ ટીમ અને તેમના સંચાલક જનકભાઈ સાધુ હોસ્પિટલ તરફથી ઉપસ્થિત રહી તમામ સુંદર સેવાઓ પુરી પાડી હતી.

અમદાવાદ અને અન્ય શહેર તરફ પસાર થતા વાહનચાલકો સ્વયં આ કેમ્પમાં જોડાયા હતા અને મેડિકલ અને આંખના આ કેમ્પમાં ભાગ લીધો હતો. લાંબા રૂટ પર સતત ડ્રાઇવિંગ કરતા હોવાથી સમયના અભાવે તેઓ સમય ફાળવી શકતા નથી જેથી આ કેમ્પના આયોજને તેઓ દ્વારા પોલીસની સેવાકીય કામગીરીની બિરદાવી હતી અને તેઓની આ સેવાકીય પહેલને બિરદાવતા પોલીસ કર્મીઓ અને મેડિકલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Shivkumar Sharma

error: Content is protected !!