Daily Newspaper

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરાએ અમદાવાદમાં નવજીવન માર્ટનું કર્યું ઉદ્ઘાટન

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરાએ અમદાવાદમાં નવજીવન માર્ટનું કર્યું ઉદ્ઘાટન

 

અમદાવાદ શહેરમાં એક મોલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત બૉલીવુડ અભિનેત્રી કાયનાત અરોરા ગુજરાત પહોંચી હતી અને અમદાવાદની મહેમાનગતિ માણી હતી.

અમદાવાદના સન ગ્રેવીટ વેજલપુર ખાતે સુરેશભાઈ મકવાણા દ્વારા લોકોને જીવન જરૂરી તમામ ઘર સામગ્રી એક છત હેઠળ મળી રહે તે માટેના નવજીવન માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાત અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી અને આ માર્ટનું તેણે ઉદ્ઘાટન કરતા લોકો માટે ખુલ્લો મુક્યો હતો. અભિનેત્રી કાયનાતને એક નજર જોવા માટે તેના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી. કાયનાત ત્રીજીવાર ગુજરાતની મહેમાન બની હતી અને તેણે આ ગુજરાતના લોકો અને તેમની મહેમાનગતિને વખાણી હતી અને ઉપસ્થિત તમામ લોકો અને તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સુરેશભાઈ મકવાણા સ્થાપક, હેત રાઠોડ, તેમજ શો સેલેબ્સ કંપનીના નિકુંજ દવે, યુવરાજ રઘુવંશી અને આકાશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર ઈવેન્ટનું સંચાલન શો સેેલેબ્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નવજીવન માર્ટના સ્થાપક સુરેશ ભાઈ મકવાણા એ પણ તમામ ઉપસ્થિત મીડિયાનો આભાર માન્યો હતો.

Shivkumar Sharma

error: Content is protected !!