Daily Newspaper

રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું

રાજ્યપાલના શિષ્ય રક્તદાન કરવા વારાણસીથી ગાંધીનગર આવ્યા : 169 મી વખત રક્તદાન કર્યું

 

ગાંધીનગર,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શિષ્ય સત્યપ્રકાશ આર્ય રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા છેક વારાણસીથી ગાંધીનગર આવ્યા હતા. તેઓ પ્રતિવર્ષ રાજ્યપાલના જન્મદિવસે રક્તદાન કરવા ગાંધીનગર આવે છે. સત્યપ્રકાશ આર્યએ 169 મી વખત રક્તદાન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુરુકુળ કુરુક્ષેત્રમાં પ્રધાન આચાર્ય હતા ત્યારે શ્રી સત્યપ્રકાશ આર્ય તેમના શિષ્ય હતા. આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી જ તેમણે રક્તદાન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ આદરી છે. અત્યાર સુધીમાં તેમણે 125 વખત રક્તદાન, 43 વખત પ્લેટલેટ્સનું દાન અને એક વખત ડબલ્યુ.બી.સી. દાન કર્યું હતું. આ તેમનું 169 મી વખતનું રક્તદાન છે. તેમણે અંગદાન અને દેહદાનનો સંકલ્પ પણ લીધો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે રાજભવન પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગર, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રાજ ભવન ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ દરમિયાન રાજભવન પરિવાર ઉપરાંત એનસીસી, એનએસએસ, આર્મી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, પોલીસ, સીઆરપીએફના જવાનો, એન્જિનિયરિંગ, મેડિકલ, ડેન્ટલ કોલેજ અને આયુષ કોલેજ તથા ગુજરાત વિદ્યાપીઠના યુવાન વિદ્યાર્થીઓ અને અન્ય સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

Shivkumar Sharma

error: Content is protected !!