સમગ્ર ગુજરાતમાં હાલ ખેલ મહાકુંભ તેમજ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે કલા મહાકુંભ સ્પર્ધામાં મોડાસાની કે એન શાહ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં 6 થી 14 વર્ષ કથ્થક વિભાગ માં પટેલ એમી હિતેષભાઇ ધો-8 (Guj Med ) સમગ્ર જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો ત્યારે વિદ્યાથીની ને,માર્ગદર્શન આપનાર શિક્ષક,માતા-પિતા તેમજ વર્ગશિક્ષક સ્કૂલના સુપરવાઈઝર જોલીમેમ,યોગીનીમેમ સ્કૂલ ના પ્રિન્સિપાલ ડો,નિતીન સર,વિજય સર ડાયરેકર મીનામેમ, મેનેજીંગ ડાયરેક્ટર શુભમ સર તથા સ્કૂલના ટ્રસ્ટીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
ઝોન કક્ષાએ લેશે ભાગ
સમગ્ર ગુજરાત માં હાલ ખેલ મહા કુંભ તેમજ કલા મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ખેલ મહાકુંભ તેમજ કલા મહાકુંભ કુંભ સ્પર્ધા માં જિલ્લા ની વિવિધ શાળાઓ ના વિધાર્થીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો છે હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભ તેમજ કલા મહાકુંભ માં મોડાસાની સૌથી વધુ વિધાથીઓ ધરાવતી ન્યૂ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ આ વર્ષે સતત નંબર લાવી સ્કૂલનું નામ રોશન કર્યું છે જ્યાં વાત કરવામાં આવે તો ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ધોરણ 8 માં અભ્યાસ કરતી અમી હિતેશભાઈ ને પહેલા થી જ કથ્થક નૃત્યમાં રસ હતો અને આ વર્ષે સ્કૂલ ની દીકરીએ કલા મહાકુંભ સ્પર્ધા માં ભાગ લીધો અને તાલુકા તેમજ જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર લાવી સ્કૂલ નું નામ રોશન કર્યું હવે આવનારા સમય માં ઝોન કક્ષા એ આ દીકરી ભાગ લેવા જશે.
જિલ્લા કક્ષાએ 5 બાળકો સ્પર્ધક હતા
અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભ સ્પર્ધા જિલ્લા કક્ષા ની મોડાસા ની કે એન શાહ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં 6 થી 14 વર્ષ કથ્થક વિભાગમાં જિલ્લા કક્ષાએ 5 બાળકો સ્પર્ધક હતા જ્યાં મોડાસા ની ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ માં ધોરણ 8 ગુજરાતી મીડીયમાં અભ્યાસ કરતી પટેલ એમી હિતેષભાઇ સમગ્ર જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો ત્યારે વિદ્યાથીનીને,માર્ગદર્શન આપનાર શિક્ષક,માતા-પિતા તેમજ વર્ગશિક્ષક સ્કૂલના સુપરવાઈઝરમાં પણ ખુશીનો માહોલ છે.