ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે.આંગળીના ટેળવે તમામ માહિતી ઉપલબ્ધ છે,પરંતુ ટેકનોલોજીનો જેટલો ફાયદો છે તેટલો જ ગેરફાયદો થઈ રહ્યો છે. તેમાંય નાના બાળકના હાથમાં પકડાવી દેવામાં આવતો એન્ડ્રોઈડ ફોન કેટલીક વખત મુસીબતો પણ ઉભી કરે છે અને તેના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે.
ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.જેમાં માત્ર 10 વર્ષની બાળકી ઈન્સ્ટ્રગ્રામ મારફતે સગીર સાથે પ્રેમના તાંતણે બંધાઈ હતી. બાદમાં સગીરે બાળકીનું અપહરણ પણ કરાવી લીધું હતું. પરંતુ મામલો ધનસુરા પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગણતરીના કલાકોમાં ભોગ બનનાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને શોધી કાઢયાં હતાં.ઈન્સ્ટ્રાગ્રામ મારફતે ધોરણ-પમાં ભણતી બાળકી અને સગીર પ્રેમમાં પડયાં હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ધો-પમાં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકીનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ હતી. ગુમ બાળકીના પરિવારે આસપાસાના વિસ્તારોમાં શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં આખરે સમગ્ર મામલો ધનસુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે અપહરણ તથા પોક્સો હેઠળ ગુનો નોંધી ગુનાની ગંભીરતા લઈ ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી હતી અને બાળકીને શોધવા કવાયત હાથ ધરાઈ હતી. દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સના આધારે ભોગ બનનાર બાળકીને શોધી કાઢવામાં આવી હતી. જો કે બાળકી મળી આવ્યા બાદ જે હકીકત સામે આવે તે સાંભળી પોલીસ ચોંકી ઉઠી હતી. ધો-5માં ભણતી બાળકીને એક સગીર સાથે પ્રેમ થઈ ગયો હતો અને સગીરે બાળકીનું અપહરણ કરાવ્યુ હતું.
શ્રામજીવી પરિવારની ધો-5માં ભણતી બાળકીના ઘરે એન્ડ્રોઈ ફોન હોય તેણે ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવ્યુ હતુ. તેના આધારે નજીકના જ ગામના સગીર સાથે તેને પરિચય થયો હતો. 10 વર્ષનાં બાળકો ઈન્સ્ટ્રાગ્રામ મારફતે એકબીજાને મેસેજ કરતા હતાં અને આટલી નાની ઉંમરે પ્રેમના તાંતણે બંધાઈ ગયાં હતાં. આખરે 31 ડિસેમ્બરના રોજ સગીર પ્રેમીએ ત્રાહિત કિશોરી મારફતે ગામમાંથી જ અપહરણ કરાવી દીધુ હતું. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં 10 વર્ષની બાળકી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગણતરીના કલાકોમાં ધનસુરા તાલુકાના એક ગામેથી શોધી કાઢવામાં આવ્યા હતા. કિશોરને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી હોમ ખાતે મોકલી આપ્યો હતો.
કિશોર ઘરે એકલો રહેતો હોઈ બાળકીનું અપહરણ કરાવી લીધું
ચોંકાવનાર બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 10 વર્ષની બાળકીને 16 વર્ષના કિશોર સાથે ઈન્સ્ટ્રાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. બીજી તરફ કિશોરના મા-બાપ ખેતરમાં બનાવેલી ઓરડીમાં રહેતા હતા અને તે ઘરે ઘરે એકલો રહેતો હતોદ તેનો લાભ ઉઠાવી તેણે કોઈક કિશોરીને મોકલી પ્રેમ થયો હતો તે બાળકીને પોતાના ઘરે બોલાવી લીધી હતી. 31 ડિસેમ્બરે બાળકી કિશોરના ઘરે પહોંચી થઈ હતી અને બે દિવસ બાદ ર જાન્યુઆરીએ પોલીસે બંનેને શોધી કાઢયાં હતાં.
કક્કો-બારાખડી લખવાની ઉંમરે ઇન્સ્ટાગ્રામ પર ચેટ !
અગાઉના સમયમાં ધોરણ-પ સુધી ભણતાં બાળકો કક્કો-બારાખડી શિખતાં હતાં પરંતુ હવે સમય બદલાયો છે.અને હવે ધોરણ-પમાં ભણતી બાળકી પોતાના નામનું ઈન્સ્ટા્રગ્રામ એકાઉન્ટ બનાવી દીધું હતું.આ એકાઉન્ટ મારફતે સગીર સાથે પરિચયમાં આવી ગઈ હતી અને સતત ફોન ઉપર મેસેજની આપ લે ચાલી રહી હતી.આટલી નાની ઉંમરના બાળકો ઈન્સ્ટ્રાગ્રામ મારફતે પ્રેમમાં પડે તે ચોકાવનારી બાબત જાણી તેમના વાલીઓ પણ દંગ રહી ગયા હતા.પોલીસ દ્વારા બાળકોના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં કયા પ્રકારના મેસેજ કરવામાં આવ્યા છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મા-બાપને ઈન્સ્ટાગ્રામ કઈ બલા છે તેની જ ખબર નથી
નવાઈની વાત એ છે કે 10 વર્ષની બાળકીનો પરિવાર મજુરી કરી ગુજરાન ચલાવે છે.ઘરમાં એક એન્ડ્રોઈડ ફોન વસાવવામાં આવેલ છે પરંતુ તેમાં કંઈ એપ્લીકેશનો છે તેની પરિવારને ખબર જ નથી.ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ મારફતે ધોરણ-પમાં ભણતી બાળકી પ્રેમમાં પડી એ જાણી પરિવારના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.ઈન્સ્ટ્રાગ્રામ શું છે તેની બાળકીના મા-બાપને ખબર જ ન હતી.
ધો-12 પછી જ બાળકોને મોબાઈલ આપવો જોઈએ’
હવેના સમયમાં આશ્ચર્ય પામવા જેવુ એટલા માટે નથી કે જે કામ વિરોધીઓ કે હિતશત્રુઓ ન કરે તે મોબાઈલ અને સોશિયલ મીડિયા કરે છે. અઢાર વર્ષ પહેલાં એટલે કે ધો-12 પછી જ બાળકોને મોબાઈલ આપવો જોઈએ. પરિવારના કોઈ સભ્યનો મોબાઈલ બાળક જોવે તો પણ તે શું જોવે છે ? કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તેના ઉપર સતત નજર રાખવી જોઈએ.
કિશોરને મહેસાણા ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી અપાયો
બાળકી અને સગીરાને શોધી કાઢી ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તમામ હકીકતો મેળવી હતી. નાનાં બાળકો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડયાં હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી હોમ ખાતે મોકલી આપ્યો હતો.