અરવલ્લી જિલ્લાની પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી,રાત્રે જીવણપુરના છારાનગરમાં પોલીસે દરોડા પાડયા હતા અને રેડ કરી હતી,1600 લીટર વોશ અને 10 લીટર દારૂ મળ્યો હતો,SP, LCB, 7 PI, 25 કોન્સ્ટેબલે સામૂહિક રેડ કરતા દેશી દારૂ મળી આવ્યો છે.પોલીસે આરોપીઓની તપાસ હાથધરી છે,પોલીસે કેમ મોડે-મોડે રેડ કરી તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે.
દેશી દારૂને લઈ રેડ
અરવલ્લી પોલીસે દેશી દારૂને લઈ રેડ કરી છે જેને લઈ મોડી રાત્રે આ રેડ કરવામાં આવી હતી.આ રેડમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે સાથે પોલીસને ગ્રામજનો તરફથી અનેક વાર રજૂઆતો મળી હતી કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવે છે જેને લઈ રેડ કરવામાં આવી હતી.પોલીસે કેટલા લોકો સામે ગુનો નોંધ્યો જેને લઈ હજી કોઈ માહિતી સામે આવી નથી.
સ્થાનિકોમાં ખુશીનો માહોલ
પોલીસને સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆતો કરી હતી કે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેને લઈ પોલીસે રેડ કરી હતી,રેડ કરાતાની સાથે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ત્યારે અગામી દિવસોમાં અન્ય જગ્યાએ પણ રેડ કરવામાં આવશે તેવું પોલીસના સૂત્રો કહી રહ્યાં છે.ગામમાં જ દારૂ બનાવીને તેનું વેચાણ કરાવામાં આવતું હોવાની વાત સામે આવી છે.