Daily Newspaper

Arvalli: થર્ટી ફર્સ્ટને લઈને અરવલ્લી પોલીસ સતર્ક, ચેકપોસ્ટ પર કડક ચેકિંગ

Arvalli: થર્ટી ફર્સ્ટને લઈને અરવલ્લી પોલીસ સતર્ક, ચેકપોસ્ટ પર કડક ચેકિંગ


થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે કેટલાક યુવાનો નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે, જેને લઈને ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસવડાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરાતું વાહન ચેકીંગનું નિરીક્ષણ કર્યું.

અરવલ્લી જિલ્લો સરહદી જિલ્લો છે. આ જિલ્લામાંથી 10 આંતર રાજ્ય સરહદ આવેલી છે તેમજ 29 અંતર જિલ્લા સરહદ આવેલી છે. આ સરહદો પરથી વિદેશી દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બનતા હોય છે. ત્યારે હાલ 31 ડિસેમ્બરને લઇ જિલ્લાની આંતરરાજ્ય અને આંતર જિલ્લા સરહદો પર પોલીસ દ્વારા કડક હાથે ચેકીંગ શરૂ કરાયું છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક એસઆરપીની ટીમો અને હોમગાર્ડ દ્વારા નાના મોટા તમામ વાહનોનું કડક ચેકીંગ કરાઈ રહ્યું છે.

અરવલ્લી જિલ્લા એસપી શેફાલી બરવાલ દ્વારા નિરિક્ષણ

અરવલ્લી જિલ્લા એસપી શેફાલી બરવાલ દ્વારા ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ અણસોલ ચેકપોસ્ટની મુલાકાત લીધી ચેકપોસ્ટ પર ડોગ સ્ક્વોર્ડ અને બ્રેથ એનલાયઝર દ્વારા વાહનોના ચેકિંગનું નિરીક્ષણ કર્યું. જિલ્લા એસપી શેફાલી બરવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ કુલ 39 ચેકપોસ્ટ કાર્યરત છે. 10 આંતર રાજ્ય અને 29 આંતર જિલ્લા ચેકપોસ્ટ. આ તમામ ચેકપોસ્ટ પર પોલીસ એસઆરપી, હોમગાર્ડ સહિત 520 કરતા વધુ કર્મચારી 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.

1 ASP, 3 DYSP , 11 PI, 24 PSI સહિતનો સ્ટાફ બોર્ડરો પર તૈનાત છે. 31 ડિસેમ્બરને લઈ પોલીસની વાહન ચેકીંગ કામગીરી દરમિયાન આ સપ્તાહમાં 1 કરોડ 20 લાખની કિંમતનો 43,000 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. આ કામગીરીમાં કુલ 74 બ્રેથ એનલાયઝર, 101 બોડીવોર્ન કેમેરા, 137 નેત્રમના કેમેરા પણ 24 કલાક કાર્યરત છે. આમ સમગ્ર અરવલ્લી જિલ્લામાં અસામાજીક તત્વો અને બુટલેગરોના મનસુફા નિષ્ફળ બનાવવા પોલીસ સજાગ છે.



Source link

error: Content is protected !!