અરવલ્લી જિલ્લામાં ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા ઇસમનો આતંક જોવા મળ્યો. દારૂ પીધેલી હાલતમાં ફોર્ચ્યુનર કાર ચાલકે સ્થાનિક લોકો પર કાર ચડાવી. સમી સાંજે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પુરઝડપે કાર હંકારી બાઇકો અડફેટમાં લીધી. કારની અડફેટમાં એક વ્યક્તિ ઘાયલ થયો. દારૂ પીધેલા ઇસમે ગામમાં ફરીને પહેલા ધમકી આપી હતી. ધનસુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
સ્થાનિકોને મારી નાખવાના ઈરાદાથી ગાડી ચઢાવી
ઘટના સ્થળે હાજર રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, જે વખતે જે બનાવ બન્યો ત્યારે ત્યાં હું હાજર હતો. હું બસસ્ટેન્ડ મુકામ પર બેઠેલો હતો ત્યારે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર બ્લેક કલરની આવી 7771 નંબરની એટલી સ્પીડમાં આવી તો અમે તેને બુમ પાડીને કહ્યું કે ધીરે ધીરે આવ, તો એને ગાડીને રિવર્સ કરી એટલે અમે બુમ પાડી એટલે એ ઉતરીને આવ્યો તો અમે સામા ગયા અને તેને ગાળા ગાળી ચાલુ કરી અને ઝઘડો થતાં બીજા લોકો પણ આવી ગયા. અને પછી ગાડી ચાલક ધમકી આપીને ગયો અને કહ્યું કે, હવે હું તમને ઉડાવી દઈશ અને કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને સ્કૂલ આગળ જઈને ગાડી પાછી વળાવી અને લોકોને ઉડાવી દેવાની ધમકી આપીને જ્યાં બધા ઉભા હતા તેમની ઉપર ગાડી ચઢાવી દીધી અને બાજુમાં પાર્ક કરેલા બાઈક પર ગાડી ચઢાવી દીધી હતી. અને અમને મારી નાખવાના ઈરાદાથી ગાડી ચઢાવી હતી.