Daily Newspaper

નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર અંતર્ગત બેઠક યોજાઈ

નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર અંતર્ગત બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા કક્ષાએઆજરોજ તારીખ ૪/૧/૨૦૨૪ ના રોજ વારેણા આશ્રમ ખાતે નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર અંતર્ગત બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત બાયડ માલપુર ધારાસભ્ય શ્રીઝાલા ધવલસિંહ. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી સોલંકી ભૂપતસિંહ ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકા પ્રમુખ શ્રીમાનસિહ સોઢા પરમાર. બાયડ તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ શ્રીમતી પારુલબેન પટેલ બાયડ તાલુકામંત્રી પટેલ મણીલાલ .મયુરભાઈ પટેલ. બાયડ તાલુકા કોસાધ્યક્ષ પટેલ કમલેશભાઈ બાયડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ પટેલ. ચૌહાણ અદેસિંહ. અને તમામ પેજ પ્રમુખો શ્રીઓ. હોદ્દેદારો. સત્તાધીશો અને તમામ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર માં જોડાવા માટે વધુમાં વધુ નમો એપમાં જોડાવા અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી નમો એપ વિશે ખૂબ જ સચોટ પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ નમો એપ કાર્યક્રમના તમામ હોદ્દેદારો સત્તાધીશો.કાર્યકરો બાયડતાલુકાના તમામ ગામડાઓનાઘેર ઘેર સુધી પહોંચે અને તમામને વધુને વધુ જોડાવા અને સામેલ કરવા માટેઆહવાન કરવામાં આવ્યું હતું..

admin1

error: Content is protected !!