ગાંધીનગર, આજકાલ નવી રાજકારણ ની નવીનવી માહિતી થી લોકો વાકેફ થઈ રહ્યા છે ત્યારે મોટાભાગ ના નેતાઓ પોતાના વીસ્તારમાં પણ મજબુત જનસંપર્ક અને લોકસેવાના કામોમાં રચ્યા પચ્યા રહેતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ પૈકી મધ્ય ગુજરાત નો એક ભાગ એવા સોજીત્રા માં ધારાસભ્ય વિપુલ પટેલે પોતાની પગાર જાન્યુઆરી ૨૩ થી નવેમ્બર ૨૩ સુધી ના પગાર માંથી કોને શું આપ્યું તે વાચકો માટે અત્યંત રસપ્રદ છે.
આમ તો આ ધારાસભ્ય વિપુલ પટેલ ને મળેલો પગાર તમની અંગત વાત છે. તે પગાર તેઓ ઇચ્છે ત્યાં વાપરી શકેછે. પણ સોજીત્રા ના આ ધારાસભ્ય એ એવી જગ્યા એ પૈસા વાપર્યા કે તે જનતા એ જાણવું ખુબજ જરૂરી છે એને એટલા માટે જ અમો આજ નાં સમાચાર માં આ વાત ને સ્થાન આપી રહ્યાછે.
સોજીત્રા ના આ ધારાસભ્ય વિપુલ પટેલ ને ધરાસભ્ય તરીકે દર મહીને પોતાના નીભાવ માટે સરકાર તરફથી પગાર મળતો હોય છે. સોજીત્રા ના આ ધારાસભ્ય એ પોતાના પગાર ની રકમ કેટલીક સંસ્થાઓ ને લોકઉપયોગી કાર્ય કરવા માટે આપીને લોકસેવા માટે નું એક સરાહનીય પગલું ભર્યું છે. ધારાસભ્ય તરીકે પોતાનો પગાર સામાજિક સંસ્થાઓને લોકઉપયોગી કાર્ય માટે વાપરી ને વિપુલ પટેલે પોતાની સેવા પદ્ધતિ ની આ વાત અન્ય ધારાસભ્યો માટે પણ પ્રેરણામયી બને તેમ કર્યું છે.
અમને મળેલી માહિતી મુજબ ધારાસભ્ય વિપુલ પટેલે આપેલી રકમ ની માહિતી પણ અમેરાજુ કરી રહ્યા છીએ.