તિરંગો લહેરાવીને સીમા હૈદરે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તેણે ભારતને અપનાવ્યું છે. આ પ્રસંગે સીમા હૈદરના વકીલ એપી સિંહે મીડિયા સાથે વાત કરી હતી. મીડિયાના સવાલોના જવાબ આપતા સીમા હૈદરે કહ્યું કે, પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવવાની જરૂર નથી. આ તેમની અંગત બાબત છે. દરેક વ્યક્તિને ખબર પડશે કે તેને ક્યારે બાળક થશે. આ દરમિયાન સીમાના વકીલ એપી સિંહે જણાવ્યું કે સીમા હૈદરે અત્યાર સુધી કોઈ ફિલ્મ સાઈન કરી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી.
સીમા સચિન સાથે ખુશ છે. આ પ્રસંગે એડવોકેટ એપી સિંહે પણ સીમા હૈદર માટે મદદની અપીલ કરી હતી. સચિનના બેંક ખાતાની માહિતી આપતાં તેમણે દેશવાસીઓને સહકાર આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર સીમા હૈદરના નામે ઘણા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ એકાઉન્ટ દ્વારા વિવિધ પ્રકારનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સીમા હૈદરનું કોઈ ફેસબુક કે ટિ્વટર એકાઉન્ટ નથી. તેણે ચોક્કસપણે યુટ્યુબ ચેનલ બનાવી છે. તેમણે કહ્યું કે હાલમાં સોશિયલ મીડિયા પર જે પણ એકાઉન્ટ દેખાઈ રહ્યા છે તે ફેક છે.
પબજી રમીને પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે પોતાની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવવાની તક આપી છે. તેણે મીડિયાની સામે આ વિષય પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતોરવિવારે જ સીમા હૈદર અને સચિન મીના પોતાની છત પર તિરંગો ફરકાવતા જાેવા મળ્યા હતા.