ક્રિકેટ જેન્ટલમેન ગેમ ગણાય છે, પણ છેલ્લા ઘણાં સમયથી મેદાન પર જ ક્રિકેટરો શરમજનક કૃત્યો કરે છે. એમાં આ ઘટનાથી વધુ એક ઉમેરો થયો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન કાર્લોસ બ્રેથવેટ લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે. T20 વર્લ્ડ કપ 2016ની ફાઈનલ મેચની છેલ્લી ઓવરમાં સતત 4 સિક્સર ફટકારીને કાર્લોસે જ વેસ્ટ ઈન્ડિઝને ચેમ્પિયન બનાવ્યું હતું. તાજેતરમાં તે પોતાની રમતને કારણે નહીં પરંતુ તેના ગુસ્સાને કારણે હેડલાઇન્સમાં ચમક્યો છે. એક મેચમાં તે મિજાજ ગુમાવી બેઠો હતો અને ગુસ્સામાં આવીને તેણે કંઈક એવું શરમજનક ક્રુત્ય કર્યું હતું જે જોઈને ક્રિકેટપ્રેમીઓ ચોંકી ઉઠ્યા છે.