Savera Gujarat
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભારતવર્ષની મહાન સંત પરંપરાને અંજલિ અર્પણ કરવા પ્રમુખસ્વામી મહારાજ નગર, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સંત સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ભારતદેશના મૂર્ધન્ય સંતો આ રાષ્ટ્રીય સંત સમ્મેલનમાં પધારવાના છે. અનંતશ્રી વિભૂષિત શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી પણ ખાસ આ સમ્મેલનમાં ઉપસ્થિત રહેશે.