Savera Gujarat
Other

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરાયા

સવેરા ગુજરાત,જામનગર,તા.14

દર વર્ષે તારીખ 14 મી જુનના રોજ ”વિશ્વ રક્તદાતા દિવસ/વર્લ્ડ બ્લડ ડોનર ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડયા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રક્તદાન ઝુંબેશનો વ્યાપ વધારવા અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ”20 યર્સ ઓફ સેલિબ્રેટિંગ ગિવિંગ : થેન્ક યુ બ્લડ ડોનર્સ” થીમ નક્કી કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજીઝ, બ્લડ બેંકો અને ખાનગી હોસ્પિટલ્સ દ્વારા સાથે મળીને ગ્રુપ બ્લડ ટેસ્ટિંગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય નાગરિકો તેમના બ્લડ ગ્રુપ વિષે જાણકારી મેળવી શકે અને આકસ્મિક સંજોગોમાં રક્તદાન કરવા માટે તેઓ પ્રેરિત બને. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ માનવ કલ્યાનું સર્વોત્તમ કાર્ય છે.

આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક અને આરટીઓ નિયમના ભંગ માત્ર એક વર્ષમાં દંડ પેટે રૂા. ૯ કરોડ વસૂલાયા

saveragujarat

શાકભાજીના ભાવ બાદ હવે ચોખાના ભાવ વધવા શક્યતા

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

saveragujarat

Leave a Comment