Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ દર્શન માટે શકિતદ્વારથી તેમજ ગેટ નંબર ૮ અને ૯ થી પ્રવેશ અપાય છે

સવેરા ગુજરાત,અંબાજી, તા.૮
અંબાજીના સ્થાનિક ગ્રામજનો ગેટ નંબર ૭ પરથી સ્થાનિક રહેવાસીનું ઓળખપત્ર અને રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ પ્રવેશ કરી શકશે.શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષે ૧.૨૫ કરોડથી વધારે યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા પધારે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુરક્ષા, સલામતી અને દર્શનની વ્યવસ્થા જળવાઈ રહે તે તમામ સુવિધાઓ ધ્યાને રાખી દર્શન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલમાં અંબાજી મંદિરનો દર્શનનો સમય આ પ્રમાણે છે. સવારે આરતી- ૭.૦૦ થી ૭.૩૦,સવારે દર્શન- ૭.૩૦ થી ૧૦.૪૫,રાજભોગ આરતી- ૧૨ઃ૩૦ થી ૦૧ઃ૦૦ ,દર્શન બપોરે- ૧ઃ૦૦ થી ૦૪ઃ૩૦ ,આરતી સાંજે- ૭ઃ૦૦ થી ૦૭ઃ૩૦ ,દર્શન સાંજે- ૭ઃ૩૦ થી ૦૯ઃ૦૦ સુધી છે. યાત્રિકોને દર્શનપથ પરના યાત્રિક પ્લાઝાના મુખ્ય પ્રવેશ દ્વારથી સુરક્ષાની ચકાસણી કરી શકિતદ્વાર થી, તેમજ ગેટ નંબર ૮ અને ૯ થી પ્રવેશ આપવામા આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.૨૯/૧૨/૨૦૧૫ના ઠરાવ નં.૩૪ તથા ૩૬ મુજબ ગેટ નં.૦૭ થી ફકત (૧) માત્ર મંદિર માટે આવતી સાધન સામ્રગીઓ (૨) પ્રસાદ વિગેરે માટે આવતા વાહનો, ફરજ પરના કર્મચારીઓ/અધિકારીશ્રીઓ (૩) દેવસ્થાન ટ્રસ્ટના તમામ વાહનો (૪) ગ્રામજનોને પ્રવેશ આપવાનું નક્કી કરવા ઠરાવવામાં આવેલ હતુ. ગેટ નંબર ૯ થી દેવસ્થાન ટ્રસ્ટ અને ભટ્ટજીની ગાદીનો તમામ સ્ટાફ, ગામના સેવકગણ, પાવડીપુજા માટે આવતા બ્રાહ્મણશ્રીઓ, વહીવટદાર કચેરીમાં કામ અર્થે આવતાં કોન્ટ્રાકટરશ્રીઓ, મજુરો, અંબાજી ગામના ગ્રામજનો, હવન કરાવવા આવતાં યજમાનશ્રીઓ તથા યજ્ઞ કરાવવા આવતા બ્રાહ્મણશ્રીઓ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા સિકયુરીટી સ્ટાફને પ્રવેશ આપવા ચર્ચા વિચારણા કરી નક્કી કરવામાં આવ્યું હતુ. પરંતુ કોરોના વૈશ્વિક મહામારીના કારોણસર મંદિરના ગેટ નંબર ૮ અને ૯ ખાતે યાત્રિકોનો પ્રવેશ બંધ કરવામાં આવેલ હતો. જે મહામારીના સમયે ગેટ નંબર ૭ થી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રવેશ આપવામાં આવતો હતો. જે ગત તારીખ ૦૪/૦૬/૨૦૨૩ સુધી માન્ય હતો.પરંતુ વિશેષ દિવસો જેમ કે આઠમ, પુનમ, અન્ય તહેવારો, મહોત્સવ, શનિવાર-રવિવારના દિવસે યાત્રિકોનો પ્રવાહ ખુબ જ મોટા પ્રમાણમાં થતો હોઈ સલામતી, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા માટે સમયાંતરે યોગ્ય સુવિધા કરવી અત્યંત આવશ્યક જણાઈ આવે છે. આ સંજાેગોમાં તમામ ગેટથી યાત્રિકોનો એક સાથે પ્રવેશ મંદિરની દર્શન વ્યવસ્થા, યાત્રિકોની સલામતી માટે અવરોધરૂપ જણાય છે. વધુમાં અનુભવે, વિસ્તૃત સ્ત્રોત તેમજ યાત્રાળુઓની ફરિયાદ દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે, અંબાજી પ્રવેશ પરના માર્ગ પરથી યાત્રાળુઓને ગેરમાર્ગે દોરી તેમજ અજાણ યાત્રિકો પાસેથી નાણાંકીય લેવડ- દેવડ કરી વીઆઈપી દર્શનની ગોઠવણી કરી આપવા માટે અમુક વ્યક્તિઓ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા હતા. આના કારણે મંદિર પરિસરમાં યાત્રિકો વચ્ચેના ઘર્ષણ વધી ગયા હતા અને મંદિરની શાંતિનો ભંગ થતો હતો તેમજ યાત્રાળુઓની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચતી હોવાના લીધે ગેટ નંબર ૭ અને ૯ માં પ્રવેશ માટે શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.૨૯/૧૨/૨૦૧૫ના ઠરાવ નં. ૩૪ તથા ૩૬ મુજબનો ર્નિણય ફરીવાર અમલમાં મુકવાનો ર્નિણય કરવામાં આવેલ છે. સ્થાનિક ગ્રામજનોની રજૂઆત/ માંગણીને ધ્યાને લેતાં તેઓને ગેટ નંબર ૭ પરથી પ્રવેશ માટે સ્થાનિક રહેવાસીનું ઓખપત્ર અને રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ પ્રવેશ કરી શકશે પરંતુ આ છુટ ફક્ત અને ફક્ત અંબાજીના ગ્રામજનો માટે જ લાગુ પડશે. વધુમાં અંબાજી મંદિરમાં યાત્રાળુઓ, ગ્રામજનો, વી.આઈ.પી. વગેરેના પ્રવેશ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની આગામી વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં તમામ પાસાઓ ચકાસી, ચર્ચા વિચારણા કરી તમામ ગેટના પ્રવેશના નિયમો બનાવવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

અમદાવાદમાં ૧૫ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

saveragujarat

દિવાળીના તહેવારો દરમ્યાન હવે વતન જવું થશે આસાન, ST વિભાગે શરૂ કરી “આપ કે દ્વાર” યોજના જાણો શું છે આ યોજના ?

saveragujarat

કબ્રસ્તાનમાં દર વર્ષે હજારો લોકો દફનાવવામાં આવે છે

saveragujarat

Leave a Comment