Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠક દિનેશ હૉલ, આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૩૦
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. રત્નાકરજીએ કાર્યકર્તાની પક્ષમાં ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી. બુથ સમિતિ તેમજ પેજ સમિતિની સંરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી અને પ્રભારી પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું કે આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા દેશના પ્રધાનમંત્રી છે અને નરેન્દ્રભાઈ ભાજપ ગુજરાત એકમના સંગઠન મંત્રી પણ રહેલા છે અને તેમના નેતૃત્વમાં ગુજરાતે એક બૃહદ વિકાસનું મોડેલ દેશ તેમજ વિશ્વની અંદર પ્રસ્થાપિત કર્યું હતું. ભાજપે જે વચનો આપ્યા છે તે પરિપૂર્ણ કર્યા છે અને આગળ હજુ વધુ જવાબદારી પૂર્વક કાર્ય કરવાની બાંહેધરી આપી રહ્યા છીએ. મહાનગરના અધ્યક્ષ અમિત ભાઈ પી શાહે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું અને તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મહાનગરમાં સમાવિષ્ટ ૧૬માંથી ૧૪ બેઠકો પર ભવ્ય વિજય બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને મહાનગરના નાગરિકોની સુખાકારી માટે દરેક કાર્ય માટે ખડે પગે તૈયાર છીએ તેમ જણાવ્યું હતું. મહામંત્રી ભૂષણ ભટ્ટે ધન્યવાદ પ્રસ્તાવ સૌની સમક્ષ રજુ કર્યું હતું જેની અનુમોદના મહાનગરના ઉપાધ્યક્ષ પરાગ ભાઈ નાયક અને અજયસિંહ ભદોરિયાએ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટે મહાનગરમાં થયેલ વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી જેને સૌએ વધાવી લીધી હતી. સરલ એપ્લિકેશન અંગેની ડેટા મેનેજમેન્ટ સાથેની કામગીરીને પ્રદેશ આઈ ટી વિભાગના સંયોજક મહેશભાઈ મોદીએ સૌની સમક્ષ ડેમો કરાવી ડાઉન લોડ કરાવી હતી. ૭૮૨૦૦૭૮૨૦૦ મોબાઈલ નમ્બર થકી સૌને સરલ એપ્લિકેશન થકી જાેડવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખ સુધીના કાર્યકતાઓને જાેડવાનો એક માઈક્રો પ્લાંનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈ કારોબારીથી આજની કારોબારી સુધી અવસાન થયેલ કાર્યક્રતાશ્રીઓને શોક પ્રસ્તાવ પસાર કરી, ૨ મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કારોબારીનું શુભારંભ વંદે માતરમ અને સમાપન રાષ્ટ્ર ગાન જન -ગણ -મન થી કરવામાં આવ્યું હતું. સમગ્ર કારોબારી બેઠકનું સંચાલન મહામંત્રી પરેશભાઈ લાખાણીએ કર્યું હતું.

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, અને અમિત શાહ, સાથે કરી મુલાકાત

Admin

નવા, આધુનિક અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખે છે કેન્દ્રીય બજેટઃ કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

saveragujarat

ભારતમાં ક્રિપ્ટો પર ટેક્ષ પુર્વે વેચાણની દૌટ

saveragujarat

Leave a Comment