Savera Gujarat
Other

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૭
ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી- , મંત્રી ઋષિકેશ પટેલ.ગુજરાત આજે ભારતનું ગ્રોથ એન્જિન બન્યુ છે.ગુજરાત વિનામૂલ્યે મોતિયાના દર્દીઓને નેત્રમણી પૂરું પાડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું .રાજ્યનો કૃષિ વિકાસનો દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિજિટમાં રહ્યો- ગુજરાતના ખેડૂતો ૪૫ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદન સાથે દેશભરમાં અગ્રેસર રહ્યાં .શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશની આઝાદી માટે મહામુલુ પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિશિષ્ટ પ્રતિભાવોનું પણ સન્માન થયુ.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પરેડ કમાન્ડર ના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૭૪માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દીઘદ્રર્ષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અનેક કિર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’ મંત્રને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ટીમે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ગુજરાતે આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી છે.શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વે ધ્વજને સલામી આપતા જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યએ કોરોના સામેની લડતમાં પરિણામલક્ષી કાર્ય કર્યું છે. કોરોના વેક્સિનની વ્યાપક અને સઘન કામગીરીના ફળ સ્વરૂપે દેશના મોટા રાજ્યોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતને ઇન્ડિયા ટુડેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નીતિ આયોગના ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ ઇન્ડેક્ષના ત્રીજા આયામમાં આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત વર્ષ ૨૦૨૦-૨૧માં ૮૬ સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.મંત્રીશ્રીએ ઁસ્ત્નછરૂ આરોગ્ય યોજનાની વાત કરતા કહ્યું કે, બે દાયકા પહેલા દર્દીઓ આધુનિક સારવાર કે મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેતા હતા જ્યારે આજે ઁસ્ત્નછરૂ જેવી આરોગ્ય યોજનાઓ અંતર્ગત રૂ.૫ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર ૧,૯૮૬ સરકારી તેમજ ૯૧૫ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. આજે ૧.૬૮ કરોડ ઉપરાંત લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત વિનામૂલ્યે મોતિયાના દર્દીઓને નેત્રમણી પૂરું પાડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

Related posts

પરિણીતાએ વિધર્મી પતિ-સાસરિયાઓ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંઘાવી

saveragujarat

ડાયનિંગ ટેબલને બદલે જમીન પર બેસીને જમવાના ફાયદા જાણીને ચોકી જશો…

saveragujarat

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

saveragujarat

Leave a Comment