Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, મેદાનમાં છવાઈ બરફની ચાદર

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૧
એક તરફ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. માઉન્ડ આબુમાં તાપમાન ૦ સેલ્સિયસ રેકોર્ડ થયું છે. શુક્રવારની સરખામણીમાં લઘુત્તમ તપમાનમાં ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં હજુ તાપમાન નીચું જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ હવામાન વિભાગે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. માઉન્ટ આબુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ઘટીને ૧ ડિગ્રી પહોંચી ગયું હતું પરંતુ શનિવારે તેમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો થતા તે ૦ પર પહોંચી ગયું છે. ઠંડી વધવાના કારણે અહીં ખુલ્લા વિસ્તારો અને વાહનો પર બરફની પાતળી ચાદરો છવાયેલી જાેવા મળી રહી છે. આ જાેઈને અહીં આવેલા પ્રવાસીઓ રોમાંચિત થઈ રહ્યા છે. માઉન્ટ આબુમાં સતત ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેના કારણે અહીં ફરવા આવેલા લોકોને એક અલગ પ્રકારના વાતવરણને માણવાનો અનુભવ થઈ રહ્યો છે. પાછલા સમયમાં અહીં તાપમાન -૫ કરતા પણ નીચે ગયું હતું અને એ પછી અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અહીં શિયાળા દરમિયાન આવનારા પ્રવાસીઓની સંખ્યા વધુ રહે છે. આ સિવાય માઉન્ટ આબુમાં રાત્રી દરમિયાન ખુલ્લામાં રહેલા પાણીમાં પણ બરફ જામેલો જાેવા મળી રહ્યો છે. ફરી એકવાર અહીં ઠંડીમાં જાેવા મળતા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. જેમાં ઘાસના મેદાનો, વાહનો અને ખુલ્લામાં રાખેલા પાણીમાં બરફ જામેલો જાેવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જાેર વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે અહીનું તાપમાન ફરી માઈનસમાં જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ત્રીજી લહેર ‘ઢીલી’ પડ્યાના સંકેત : ગુજરાતમાં કોરોનાના નવા 13805 કેસ સામે 13469 દર્દીઓ સાજા થયા

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને નાના આંતરડાનું અંગદાન મેળવીને રીટ્રાઇવ કરવામાં બીજી વખત મળી સફળતા

saveragujarat

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

saveragujarat

Leave a Comment