Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ભૂપેન્દ્ર પટેલ-મંત્રીમંડળનું ઔપચારિક રાજીનામું, ૧૨ ડિસેમ્બરે શપથવિધિ

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. સાથે જ નવા મંત્રીઓની શપથવિધિની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે બપોરે ૧૨ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટે રાજ્યપાલને મળીને પોતાના રાજીનામા સોંપ્યા હતા. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના રાજીનામા બાદ તેઓ ત્રણ દિવસ માટે કેરટેકર સીએમ તરીકે કાર્યરત રહેશે. બીજી મહત્વની વાત એ છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારના ૨૦ મંત્રીઓમાંથી ૧૯ મંત્રીઓ ભવ્ય જીત મેળવી છે. ત્યારે મુખ્યમંત્રી નવા મંત્રીમંડળની શપથવિધિ આગામી ૧૨ ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં પીએમ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે. સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથિવિધિ કાર્યક્રમમાં હાજર રહેવી એવી શક્યતા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો છે. ત્યારે હવે નવી સરકાર રચવા માટેની કવાયત તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અને નવા મંત્રીઓની શપથવિધિ માટે પક્ષ તરફથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી ૧૨ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે. જેને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. જૂની સરકારનું વિસર્જન થશે અને નવી સરકાર રચવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું કેબિનેટ મંડળ રાજ્યપાલને મળ્યું હતું. મુખ્યમંત્રી અને કેબિનેટ મંડળે રાજ્યપાલને મળીને પોતાના રાજીનામા સોંપ્યા હતા. આ સાથે જ આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ ર્નિણય લેવામાં આવશે. એટલું જ નહીં પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા પણ કરશે. બીજી તરફ, ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ માટે તૈયારીઓના ભાગરુપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓ દ્વારા નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ભાજપની ભવ્ય જીત બાદ પક્ષ દ્વારા ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. ભાજપની જીત બાદ સીઆર પાટીલે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીઠાઈ ખવડાવીને મોંઢા મીઠા કરાવ્યા હતા અને ઉજવણી કરી હતી. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત સાથે ભાજપે તમામ જૂના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. ભાજપના ફાળે ૧૫૬ બેઠક, કોંગ્રેસના ફાળે ૧૭ અને આમ આદમી પાર્ટીના ફાળે ૫, અન્યના ફાળે ૪ બેઠક આવી છે. કોંગ્રસેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલની સરકારના ૨૦ મંત્રીઓમાંથી ૧૯ મંત્રીઓએ જીતી ગયા ચે. માત્ર કાંકરેજના ઉમેદવાર કિર્તિસિંહ વાઘેલા ચૂંટણી હાર્યા છે. ત્યારે હવે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે.

Related posts

મહિલા રસ્તા પર ભીખ માગીને મહિને ૪૦ હજાર કમાય છે

saveragujarat

કાર્નિવલનો સમય સાંજે ૬થી રાત્રે ૯ કલાક સુધીનો રહેશે

saveragujarat

જમ્મુમાં તિરૂપતિ બાલાજીના પ્રથમ મંદિરના કપાટ ખુલ્યા

saveragujarat

Leave a Comment