Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

પાંચ ડિસેમ્બરે નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૩
હજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થયું છે અને સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં ૫ ડિસેમ્બરથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાશે. આ બેઠક ૨ દિવસ સુધી ચાલશે. જેમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીના રોડ મેપ અંગે ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીની બે દિવસીય બેઠક મળવાની છે. વડાપ્રધાન મોદી આ બેઠકના સમાપન સત્રને વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. બેઠકમાં મંડળ, બૂથ સમિતિથી લઈને વિભિન્ન સંગઠનાત્મક પ્રવૃતિઓની સમીક્ષા કરવામાં આવશે. ગત લોકસભા ચૂંટણીમાં ૧૪૪ બેઠકમાં ભાજપને હાર મળી હતી. આ તમામ બેઠકો જીતવા ભાજપે વિશેષ તૈયારી કરી છે. આ માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓને ૧૪૪ બેઠકોની જવાબદારી સોંપી છેછેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જાેર લગાવશે. નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયામાં રોડ શોથી થશે. બાદમાં દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જાેષી અને ફિરોજ ઈરાની રોડ શો, જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે.
પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જાેશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ ૫ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન થશે. ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ સત્તા કાયમી રાખવા ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, તો ૨૭ વર્ષથી શાસનથી અળગી રહેલી કોંગ્રેસ પણ એડીથી લઈને ચોટી સુધીનું જાેર લગાવી રહી છે. આ તરફ આમ આદમી પાર્ટી પણ પરિવર્તની આશથી પ્રચંડ પ્રચાર કરી રહી છે. જાે કે આજે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ રાતે ૫ વાગ્યે શાંત થઈ જશે. જે બાદ રાજકીય પક્ષો માત્ર ડોર-ટુ-ડોર પ્રચાર જ કરી શકશે. જાે કે પ્રચારમાં ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તેના પરથી ૮ ડિસેમ્બરે પડદો ઉઠશે.

Related posts

એન્ડ્રોઈડ ફોન બનાવનારી કંપની ગુગલ પ્રી ઈન્સ્ટોલ હશે કે નહીં તેનો ર્નિણય લેશે

saveragujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ ના આશીર્વાદ મેળવ્યા

saveragujarat

સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો

saveragujarat

Leave a Comment