Savera Gujarat
તાજા સમાચાર
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયસમાજ કલ્યાણ

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ૧૪મી યાદી જાહેર

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૦
ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટીએ આજે તેમના ઉમેદવારોની ૧૪મી યાદી જાહેર કરી દીધી છે. આપની ૧૪મી યાદીમાં જામજાેધપુર બેઠક પરથી હેમંત ખાવાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે થરાદમાં વિરચંદભાઈ ચેલાભાઈ ચાવડા, ઉનામાંથી સેજલબેન ખૂંટ તથા ભાવનગર રૂરલ પરથી ખુમાનસિંહ ગોહીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આપની ૧૪મી યાદીમાં જામજાેધપુર બેઠક પરથી હેમંત ખાવાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે થરાદમાં વિરચંદભાઈ ચેલાભાઈ ચાવડા, જામનગર દક્ષિણમાંથી વિશાલ ત્યાગી તથા તલાલામાં દેવેન્દ્ર સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉનામાં સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલમાં ખુમાનસિંહ ગોહીલ, ખંભાતમાં અરૂણ ગોહીલ, કરજણમાં પરેશ પટેલ, જલાલપોરમાં પ્રદિપકુમાર મિશ્રા અને ઉમરગામ બેઠક પરથી પર અશોક મોહનભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.આપ દ્વારા ૧૩માં ૧૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અબડાસાથી વસંત ખેતાણી, ધાનેરાથી સુરેશ દેવડા, ઊંજાથી ઉર્વીશ પટેલ, અમરાઇવાડીથી વિનય ગુપ્તા, આણંદથી ગીરિશ શંડીલીયા, ગોધરાથી રાજેશ રાજુ, વાઘોડીયાથી ગૌતમ રાજપૂત, વડોદરા શહેરથી જીગર સોલંકી, માંજલપુરથી વિનય ચવન, કરંજથી મનોજ સોરઠીયા, મજૂરા પીવીએસ શર્મા, કતારગામથી ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.આપના ઉમેદવારોની ૧૨મી યાદીમાં યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી હતી. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું હતું. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ૭ વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.આપની ૧૧મી યાદીમાં ગાંધીધામમાંથી બીટી મહેશ્વરીનું નામ જાહેર કરવામાં આવ્યુહતું. આ સાથે દાંતામાં એમ.કે બોમડીઆ, પાલનપુરમાંથી રમેશ નભાણી તથા વરાછા રોડ પરથી અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કામરેજમાં મુકેશ ઠાકર, રાધનપુરમાં લાલજી ઠાકોર, મોડાસામાં રાજેન્દ્રસિંહ પરમાર, રાજકોટ પૂર્વમાં રાહુલ ભૂવા, રાજકોટ પશ્ચિમમાં દિનેશ જાેષી, કુતૂયાણામાં ભીમાભાઇ દાનાભાઇ મકવાણા, બોટાદમાં ઉમેશ મકવાણા, ઓલપાડમાં ધાર્મિક માલાવિઆ, વરાછા રોડ પર અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

Related posts

અમદાવાદ-સુરેન્દ્રનગરમાં રેવ પાર્ટી કરવા મંગાવતા ડ્રગ્સ

saveragujarat

દીકરીની ફી ભરવાની ચિંતામાં મજબૂર પિતાએ આપઘાત કર્યો

saveragujarat

જયશંકર આઝાદ ભારતના સૌથી નિષ્ફળ વિદેશ મંત્રીઃસુપ્રિયા શ્રીનેત

saveragujarat

Leave a Comment