Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરાજકીય

સાવન કૃપાલ રૂહાની મિશન અંતર્ગત અમદાવાદ વડોદરામાં ઠંડી છાશ અને ઠંડા પાણીના સ્ટોલ મુકાયાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૬
સાવન કૃપાલ રૂહાની મિશન ની વડોદરા અને અમદાવાદ શાખા દ્વારા લોકોની સેવામાં ઠંડા છાસ તથા મીઠા પાણીના સ્ટૉલ લગાવાયા. પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજ ની અપાર દયા મહેર થી સાવન કૃપાલ રૂહાની મિશન ની વડોદરા અને અમદાવાદ શાખા તરફથી ગરમીના આ તપતા તાપ માં લોકોની સેવામાં ઠંડા તથા મીઠા પાણીના સ્ટૉલ લગાવાયા છે.
આપણે બધા જાણીએ છીએ કે પાણી નું આપણા જીવનમાં બહુ જ મહત્વ છે અને ગરમીના આ કડકતા તાપ મા આ ની જરૂરિયાત વધારે વધી જાય છે. પાણી ની કમીથી આપણા શરીરમાં કેટલાય પ્રકારની શારીરિક સમસ્યા થઈ જાય છે. મેડિકલ રિસર્ચના અનુસાર એક સામાન્ય વ્યક્તિ ને ઓછામાં ઓછું ૪ લીટર પાણી જરૂર પીવું જાેઈએ. ખાવાનું ન મળે તો વ્યક્તિ કેટલાય દિવસ સુધી જીવિત રહી શકે છે પરંતુ પાણી ન મળે તો વ્યક્તિ નું જીવતુ રહેવું નામુમકીન છે. એટલા માટે કહેવાયુ છે કે “?? ?? ???? ???” પાણીની આ ઉપયોગીતાને ધ્યાનમાં રાખતા સાવન કૃપાલ રૂહાની વડોદરા અને અમદાવાદ શાખા દ્વારા ગરમી ના આ હડહડતા તાપ મા લોકોની સેવામાં ઠંડા અને મીઠા પાણીના સ્ટૉલ લગાવાયા, જેનાથી લગભગ ૯૦૦૦ હજાર લોકોએ લાભ પ્રાપ્ત કર્યો અને બધાએ આની ખુલ્લા દિલથી પ્રશંસા કરી.
સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા માનવ-કલ્યાણ ના માટે અનેક પ્રકારના કાર્ય કરાય છે. સમય સમય પર રક્તદાન શિબિરો અને સાથે-સાથે મફત મોતિયાબિંદ ઓપરેશન તથા સ્વાસ્થ્ય જાચ શિબિર ના પણ આયોજન કરાવાય છે. તથા શારીરિક રૂપથી વિકલાંગ ભાઈ-બહેનોને સહાયક ઉપકરણ નું વિતરણ કરાવાય છે. આના સિવાય ગરીબ તથા બેસહારા છોકરાઓને માટે સંત રાજીન્દર સિંહ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં છોકરાઓને આત્મ-ર્નિભર બનાવવા માટે અનેક પ્રકારના કોર્સ ફ્રી કરાવાય છે. સિનિયર સિટિઝનના માટે પણ સમય-સમય પર અનેક પ્રકારના કાર્યક્રમો ચલાવાય છે.
આની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓ જેવા, તમિલનાડુ માં આવેલી સુનામી, ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક આપદા, જમ્મુ કાશ્મીરમાં આવેલ ભયાનક પુર અને નેપાળમાં આવેલા ભીષણ ભૂકંપમાં પણ મિશનના સેવાદાર ઓ દ્વારા પીડિત લોકો ને દૈનિક જીવનમાં ના સંબંધિત આવશ્યક વસ્તુઓ ની સાથે-સાથે ગરમ કપડા જેમકે ચોરસા, સ્વેટર અને ફોમ ના ગાદલા દવાઓ વગેરે નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ એકતા અને શાંતિ ના સંદેશ પ્રસારિત કરી રહ્યા છે જેના ફળસ્વરૂપ એમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માનોની સાથે સાથે ૫ ડોક્ટરેટની ઉપાધિઓ થી પણ સન્માનિત કરાવાયું છે.
સાવન કૃપાલ રૂહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં લગભગ ૩૨૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશન ના સાહિત્ય વિશ્વની ૫૫ થી અધિક ભાષાઓમાં પ્રકાશિત કરાયા છે. આનો મુખ્યાલય વિજયનગર,દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

વેકેશનની મજા પૂરી : સોમવારથી શાળાઓ ફરી ધમધમશે

saveragujarat

૨૦૨૩-૨૪માં દેશનો વિકાસ દર ૬.૬થી ૮ ટકા રહેવાનું અનુમાન

saveragujarat

Leave a Comment