Savera Gujarat
Other

ગાંધીનગર જિલ્લામાં ૨૪ આર.બી એસ.કે વાહનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું,આરોગ્ય મંત્રીએ RBSK વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું.

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  મહત્વના સમાચર પ્રાપ્ત થઈ રહ્યાં છે  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના  નવા વાહનોનુ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ સંદર્ભે આપને જણાવી દઈએ કે આર.બી એસ.કે અંતર્ગત જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીના બાળકોનુ સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કરવામાં આવે છે.આ કામગીરી સ્વસ્થ અને સક્ષમ પેઢીના નિર્માણ માટે મહત્વની બની રહેશે તેવું મંત્રીએ જણાવ્યું હતુ. આર.બી એસ.કે ની ટીમ શહેરથી લઈને ગામના અંતિમ બાળકને પ્રાઇમરી અને ટર્સરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા આ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. આજે ગાંધીનગર જિલ્લામાં ૨૪ નવીન RBSK વાહનોનું લોકાર્પણ કરવામા આવ્યુ છે . સમગ્ર ગુજરાતમાં ૯૯૨ વાહનો રાજ્યના બાળકોનું ઘરે ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે. એક વાહન દરરોજ ૭૦થી ૮૦ જેટલા બાળકો ની તપાસ હાથ ધરે છે. રાજ્યના ૧ કરોડ ૬૦લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે આગામી દીવસોમા રાજ્યના ૧ કરોડ ૬૦ લાખ બાળકો ની આર.બી એસ.કે ના ૯૯૨ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ , નિદાન અને સારવાર થશે

RBSK વાહનોનું નવું સ્વરૂપ

RBSKના વાહનોને મળેલા નવા સ્વરૂપ તેનું બ્રાન્ડિંગ ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીએ આર.બી એસ.કે ની ટીમ સાથે સંવાદ સાધીને તેમની કામગીરી અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો.
આર.બી એસ.કે વાહનોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી  નિમિષાબેન સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ,એન.એચ.એમ ના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં “શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ ૭૦ મો પ્રતિષ્ઠોત્સવ” (પંયદિનોત્સવ)નો આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તથા ડેપ્યુટી ગવર્નર જેમ્સ મુચીરી નૈરોબીની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસભેર ઉજવાયો .

saveragujarat

સિવિલ હોસ્પિટલમાં 52 મું અંગદાન થયું

saveragujarat

ખાદી ગ્રામોધ્યોગના એક્સપર્ટ મનોજકુમાર પધાર્યા ગુજરાતના સાપ્તાહીક પ્રવાસે.

saveragujarat

Leave a Comment